ગુજરાતીમાં એવું ગીત છે કે ‘દીકરી તો પારકી થાપણ કહેવાય’ પરંતુ કેન્દ્ર સરકારે 22 જાન્યુઆરી 2015ના રોજ સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કર્યા બાદ લોકો દીકરીના નામે થાપણ મૂકવા લાગ્યા છે. રાજકોટમાં તો લોકો એવું માને છે કે, દીકરી તો પારકી થાપણ કહેવાય નહીં પરંતુ દીકરીના નામે થાપણ મુકાય. દેશભરમાં આ યોજના લાગુ થયા બાદ દરેક લોકો પોતાની દીકરીના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે આ યોજનામાં માસિક બચત કરીને નાણાં જમા કરવા લાગ્યા છે જે દીકરી 18 વર્ષની થાય ત્યારે અથવા લગ્ન સમયે મોટી રકમ મળવા પાત્ર થાય છે.
સૌથી વધુ તમિલનાડુમાં થાપણ મૂકાઈ :-
એકલા
ગુજરાતમાં જ છેલ્લા પાંચ વર્ષમાં 5,51,703 માતાપિતાએ દીકરીના નામે 1445
કરોડ રૂપિયા પોસ્ટ વિભાગમાં જમા મૂક્યા છે. દેશભરમાં આ આંકડો જોઈએ તો 1.73
કરોડ માતાપિતાએ દીકરીના નામે 54,510 કરોડ પાંચ વર્ષમાં જ જમા મૂક્યા છે.
દેશમાં સૌથી વધુ તમિલનાડુમાં 7100 કરોડ મુકાયા છે, કર્ણાટકમાં 6661 કરોડ,
ઉત્તરપ્રદેશમાં 5508 કરોડ, મહારાષ્ટ્રમાં 4771 કરોડ, આંધ્રપ્રદેશમાં 4006
કરોડ જમા થયા છે.
દીકરીને આર્થિક સદ્ધર, ભવિષ્ય ઉજ્જવળ બનાવવાની આ બચત છે :-
શિક્ષણથી
લઈને લગ્ન સુધી દરેક મા-બાપ દીકરીના ભવિષ્યને લઈને ચિંતિત હોય છે. અમે પણ
દીકરીનો જન્મ થતા જ એના નામનું ખાતું ખોલાવી લીધું છે અને દર મહિને બચત
કરીને તેના ખાતામાં પૈસા જમા કરી રહ્યા છે જેથી તેણી 18 વર્ષની થાય ત્યારે
તેના શિક્ષણ માટે જરૂરિયાત રહે તો ઉપયોગી થઇ શકે અને 21 વર્ષની થાય
ત્યારબાદ આ યોજનાની મુદ્દત પાકી ગયા બાદ જે રકમ મળે તેનો ઉપયોગ તેણીના લગ્ન
માટે કરી શકીએ છીએ. જેથી લગ્ન સમયે એકસાથે પૈસા એકઠા કરવા મુશ્કેલી ન પડે
તેથી અત્યારથી જ બચત કરી રહ્યા છીએ. > પ્રીતિબેન દવે, દીકરીની માતા
રાજકોટની 26200 દીકરીના નામે 94 કરોડ રૂપિયા મુકાયા છે :-
રાજકોટમાં
પણ માતાપિતાએ દીકરીના નામે પોસ્ટ વિભાગમાં સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ
ખાતું ખોલાવી દર મહિને કે વર્ષે પોતાની શક્તિ પ્રમાણે રકમ જમા કરાવી રહ્યા
છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજકોટમાં 26200 દીકરીના નામે ખાતા ખુલ્યા છે અને
માત્ર રાજકોટ પોસ્ટ ડિવિઝનમાં જ 94 કરોડની રકમ જમા થઇ છે. એવી જ સ્થિતિ
અન્ય શહેરોમાં પણ છે.
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો