સુરતની સિદ્ધિએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ મા અભૂતપૂર્વ સ્થાન મેળવ્યું.


સુરતની સિદ્ધિની અભૂતપૂર્વ સિદ્ધિ:11 વર્ષની ઉંમરે 210 પ્લાસ્ટીક ગ્લાસનો 72 ઇંચનો ટોલેસ્ટ પિરામિડ બનાવી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું.


પ્લાસ્ટીક ગ્લાસનો ઉપયોગ કરીને 6 ફૂટનો ઊંચામાં ઊંચો 
પિરામિડ બનાવ્યો.

  • પિરામિડ બનાવવા માટે સિદ્ધિ છ મહિનાથી મહેનત કરતી હતી
  • પ્લાસ્ટિક ગ્લાસના કુલ 23 ફ્લોર બનાવી એક નવો રેકોર્ડ રચ્યો

ડાયમંડ સિટી સુરતની સિદ્ધિ પટેલે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પોતાનો રેકોર્ડ બનાવી સુરતનું નામ ફરી એકવાર રોશન કર્યું છે. 11 વર્ષની નાની ઉંમરમાં સિદ્ધિએ 210 પ્લાસ્ટીક ગ્લાસનો ઉપયોગ કરીને 72 ઇંચ એટલે કે 6 ફૂટનો ટોલેસ્ટ પિરામિડ બનાવીને તેનું નામ અને સુરત શહેરનું નામ સમગ્ર ભારતમાં રોશન કર્યું છે. સિદ્ધિ હાલ છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. અભ્યાસની સાથે સાથે બાકીના બચેલા સમયનો કંઈ રીતે ક્રિએટિવલી સદુપયોગ કરવો તેનું શ્રેષ્ઠ ઉદાહરણ સિદ્ધિએ પૂરું પાડ્યું છે.

ફોકસ, એકાગ્રતા અને બ્રિધિંગ ટેકનીકનો ઉપયોગ કર્યો :
પ્લાસ્ટીક ગ્લાસનો આ પિરામિડ બનાવવા માટે સિદ્ધિ છ મહિનાથી મહેનત કરતી હતી. ફોકસ, એકાગ્રતા અને બ્રિધિંગ ટેકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સિદ્ધિએ પ્લાસ્ટિક ગ્લાસના કુલ 23 ફ્લોર બનાવી એક નવો રેકોર્ડ રચ્યો છે. 15 ફ્લોર પછી તો એવું થતું કે થોડી હવાને કારણે, શ્વાસોચ્છવાસની ગતિને કારણે, બાજુમાંથી કોઈ પસાર થાય તેના કારણે, પ્લાસ્ટિકના ગ્લાસ નું બેલેન્સ ખોરવાતા પિરામિડ બનતા બનતા રહી જશે. જોકે, તેની માઈક્રો ઓબ્ઝર્વેશન સ્કીલના કારણે તેની ક્લેરિટી પણ વધતી ગઈ કે ક્યા કારણને લીધે પિરામિડ પડે છે. અને ધીરે ધીરે તેણે જોયું કે બ્રીધિંગ કંટ્રોલ ખૂબ જ જરૂરી છે. તેણે બ્રિધિંગ ટેકનિક પર અભ્યાસ કરીને આ પોતાના ધ્યેય-સપનાને સાકાર કર્યું છે.

અભ્યાસની સાથે સાથે બાકીના બચેલા સમયનો કંઈ રીતે ક્રિએટિવલી સદુપયોગ કરવો તેનું શ્રેષ્ઠ ઉદાહરણ સિદ્ધિએ પૂરું પાડ્યું.

શહેરનું નામ સમગ્ર ભારતમાં રોશન કર્યું :
એપ્રિલ મહિનામાં ગુજરાત સરકાર તરફથી ' કોવિડ 19ની 2 મિનિટ ઇનોવેટિવ વીડીયો કોમ્પીટીશન ' માં બે વિષય જેમાં તે 'stay home stay safe' અને 'how to boost immunity ' માં પણ સિદ્ધિએ સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક હાંસિલ કર્યો હતો. 11 વર્ષની નાનકડી ઉંમરમાં સિદ્ધિએ તેના નામ પ્રમાણે જ માતા-પિતા, કુટુંબ, સમાજ, સ્કૂલ અને શહેરનું નામ સમગ્ર ભારતમાં રોશન કર્યું છે. દરેક બાળકમાં સર્જન શક્તિ રહેલી જ હોય છે."તેને વિકસિત કરવી, વધારવી અને યોગ્ય દિશામાં વાળવી -આ માતા પિતાની જવાબદારી છે એવું દ્રઢપણે સિદ્ધિના માતા-પિતા નું માનવું છે. સિદ્ધિની માતા આયુર્વેદિક મર્મ દાબ સ્પેશ્યાલિસ્ટ છે. તેમનું મિરેકલ ક્લિનિક છે. તેઓ ગર્ભ સંસ્કાર કાઉન્સેલર અને લેખિકા પણ છે.

સિદ્ધિના પિતા ઓટોમોબાઇલ એન્જિનિયર :
સિદ્ધિના પિતા તરુણભાઈ ઓટોમોબાઇલ એન્જિનિયર છે. તેમની કંપનીનું નામ તરુણ મોટર્સ છે. નાનકડી સિદ્ધિએ આ સિદ્ધિ હાંસલ કરીને સાબિત કરી દીધું કે, સફળતા માટે ઉંમર નહીં પણ મજબૂત મનોબળની જરૂર હોય છે. આવનારા વર્ષોમાં તે વધુ સિદ્ધિ પ્રાપ્ત કરી સુરત અને દેશનું નામ રોશન કરે તેવી પરિવારને સ્નેહીઓએ શુભકામના પાઠવી છે. આ સાથે સુરતના મેયર જગદિશ પટેલે પણ વીડિયો કોલ મારફતે શુભકામના પાઠવી હતી.


Share on Google Plus

About Antra news

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો