મુખ્યમંત્રીની મોટી જાહેરાત:ગુજરાત સરકાર 20 હજારથી વધુ યુવાઓને સરકારી નોકરીઓ આપશે
- મુખ્યમંત્રી દ્વારા રાજ્યના યુવાનો માટે સરકારી વિભાગોમાં રોજગારીની નવી તકો ખોલવામાં આવી રહી છે
ગુજરાત સરકારે રાજ્યના વિવિધ સરકારી વિભાગોમાં ભરતીને લઈને મોટી જાહેરાત કરી છે. જે વિભાગોમાં ભરતી માટે પરીક્ષા લેવાઈ ગઈ છે તેમને તાત્કાલીકપણે નિમણૂક પત્ર આપવામાં આવશે. કોરોના મહામારી બાદ તરત જ નવી ભરતીની જાહેરાત કરવામાં આવશે. સાથે જ આગામી પાંચ મહિનામાં રાજ્યના 20 હજારથી વધુ યુવાઓને સરકારી નોકરીની વ્યાપક તક મળશે. વિપક્ષે પણ સરકારના આ નિર્ણયને આવાકર્યો છે.
8 હજાર જગ્યાઓ માટેના નિમણૂંકપત્રો તાત્કાલિક આપવાના સ્પષ્ટ આદેશ :
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જીપીએસસી-ગૌણ સેવા પસંદગી મંડળ-પંચાયત સેવા પસંદગી મંડળ-પોલીસ-સામાન્ય વહિવટ વિભાગ-શિક્ષણ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં ભરતી પ્રક્રિયા અંગે મહત્ત્વપૂર્ણ આદેશ આપ્યા છે. સરકારની જાહેરાત અનુસાર, રાજ્યમાં સરકારી નોકરીમાં ભરતી માટે પ્રક્રિયાઓ પૂરી થઇ ગઇ છે તેવી તમામ જગ્યાઓ સહિત 8 હજાર જગ્યાઓ માટેના નિમણૂંકપત્રો તાત્કાલિક આપવાના સ્પષ્ટ આદેશ આપ્યા છે. રાજ્યમાં યુવાનોને વ્યાપકપણે સરકારી સેવામાં નોકરીની તક મળે તે માટે મુખ્યમંત્રીના યુવા રોજગારલક્ષી અગત્યના નિર્ણયો લેવામાં આવ્યા છે.
કોવિડ-19ની સ્થિતિ સામાન્ય થયા બાદ આગળની પ્રક્રિયાઓ શરૂ કરવા સૂચના :
ભરતી માટેની જાહેરાત થઇ ગઇ છે પરંતુ પરિક્ષાની પ્રક્રિયા બાકી છે તેવી જગ્યાઓ માટે કોવિડ-19ની સ્થિતિ સામાન્ય થયા બાદ આગળની પ્રક્રિયાઓ કરવા મુખ્યમંત્રીએ સૂચના આપી છે. તેમજ આગામી પાંચ મહિનામાં રાજ્યના 20 હજારથી વધુ યુવાઓને સરકારી નોકરીની વ્યાપક તક મળશે. સાથે જ મુખ્યમંત્રી દ્વારા રાજ્યના યુવાનો માટે સરકારી વિભાગોમાં રોજગારીની નવી તકો ખોલવામાં આવી રહી છે.
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો