IPL-2020ના રશિયાઓ માટે ખુશખબર, આ તારીખે જાહેર થશે મેચોનું આખું શિડ્યૂલ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)ની 13મી સીઝન શરૂ થવા માટે હવે ફક્ત 2 અઠવાડિયા બાકી છે. પરંતુ આ વખતે આ લીગનું શેડ્યૂલ હજી જાહેર થયું નથી. આ અગાઉ 4 સપ્ટેમ્બરના રોજ શેડ્યૂલ બહાર પાડવાની વાત કરવામાં આવી હતી, પરંતુ શનિવારે આ લીગના અધ્યક્ષ બ્રિજેશ પટેલે માહિતી આપી દીધી છે કે તેનું શેડ્યૂલ રવિવાર એટલે કે 6 સપ્ટેમ્બરના રોજ બહાર પાડવામાં આવશે. બ્રિજેશ પટેલના હવાલાથી એક ન્યૂજે જણાવ્યું છે કે, યુએઈમાં 19 સપ્ટેમ્બરથી શરૂ થનારી આઈપીએલ 2020નું શેડ્યૂલ આવતીકાલે એટલે કે રવિવારે જાહેર થશે. અઠવાડિયા બાકી છે. પરંતુ આ વખતે આ લીગનું શેડ્યૂલ હજી જાહેર થયું નથી. આ અગાઉ 4 સપ્ટેમ્બરના રોજ શેડ્યૂલ બહાર પાડવાની વાત કરવામાં આવી હતી, પરંતુ શનિવારે આ લીગના અધ્યક્ષ બ્રિજેશ પટેલે માહિતી આપી દીધી છે કે તેનું શેડ્યૂલ રવિવાર એટલે કે 6 સપ્ટેમ્બરના રોજ બહાર પાડવામાં આવશે. બ્રિજેશ પટેલના હવાલાથી એક ન્યૂજ
આ પહેલા બીસીસીઆઈના પ્રમુખ સૌરભ ગાંગુલીએ એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે લીગનું શિડ્યુલ 4 સપ્ટેમ્બર શુક્રવારના રોજ બહાર પાડવામાં આવશે. આ પછી જ્યારે તે શનિવાર બપોર સુધી જાહેર કરવામાં આવ્યું નથી ત્યારે આઈપીએલના અધ્યક્ષે રવિવારે તેની જાહેરાત કરવાનું કહ્યું છે.
કોવિડ-19ને કારણે આ લીગ આ વખતે યુએઇમાં પ્રેક્ષકો વગર રમાશે. આ લીગની શરૂઆત 29 માર્ચે થવાની હતી. પરંતુ પછી વૈશ્વિક મહામારીના કારણે મોકૂફ રાખવી પડી. ત્યારબાદ સમાચાર આવ્યા કે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી -20 વર્લ્ડ કપ પણ મુલતવી રાખવાનો છે, એટલે બીસીસીઆઈને આઇસીસી શેડ્યૂલમાંથી ખાલી વિંડો મળી, ત્યારબાદ યુએઈમાં લીગને બાયો સિક્યોર બબલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો.
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો