IPLનું શેડયૂલ જાહેર:પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઇ અને ચેન્નાઇ વચ્ચે, પહેલીવાર ફાઇનલ રવિવારની જગ્યાએ મંગળવારે રમાશે, પ્લેઓફ અને ફાઇનલનું વેન્યુ પછી જાહેર થશે

 

IPLનું શેડયૂલ જાહેર:પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઇ અને ચેન્નાઇ વચ્ચે, પહેલીવાર ફાઇનલ રવિવારની જગ્યાએ મંગળવારે રમાશે, પ્લેઓફ અને ફાઇનલનું વેન્યુ પછી જાહેર થશે.




IPLનું શેડયૂલ જાહેર:  પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઇ અને ચેન્નાઇ વચ્ચે, પહેલીવાર ફાઇનલ રવિવારની જગ્યાએ મંગળવારે રમાશે, પ્લેઓફ અને ફાઇનલનું વેન્યુ પછી જાહેર થશે
મુંબઇ2 કલાક પહેલા

  • કોરોનાને કારણે IPL UAEમાં 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી રમાશે
  • બાયો સિક્યુર વાતાવરણ વાળી ટૂર્નામેન્ટમાં અનલિમિટેડ કોરોના સબસ્ટિટ્યૂટની મંજૂરી
  • સાંજની મેચ અર્ધો કલાક પહેલાં એટલે કે 7:30 અને બપોરની મેચ 3:30 વાગે શરૂ થશે
બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)એ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું શેડયૂલ જાહેર કર્યું છે. કોરોનાને કારણે ટૂર્નામેન્ટ દર્શકો વગર 19 સપ્ટેમ્બરે શરૂ થશે. પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપરકિંગ્સ વચ્ચે થશે. શેડયૂલ પ્રમાણે દુબઇમાં 24 મેચ, અબુ ધાબીમાં 20 અને શારજાહમાં 12 મેચ રમાશે. અત્યારે લીગની 56 મેચનું શેડયૂલ જાહેર કરવામાં આવ્યું છે. પ્લેઓફના વેન્યુ અને તારીખ અંગે બોર્ડ પછી જાહેરાત કરશે.

ફાઇનલ 10 નવેમ્બર એટલે કે મંગળવારે રમાશે. ટૂર્નામેન્ટના ઇતિહાસમાં પહેલીવાર ફાઇનલ રવિવારની જગ્યાએ વીક-ડે પર રમવામાં આવશે.


ટૂર્નામેન્ટમાં 10 દિવસ ડબલ હેડર એટલે કે એક દિવસમાં 2-2 મેચ રમાશે. સાંજની મેચ જૂના શેડયૂલ કરતા અર્ધો કલાક પહેલાં એટલે કે સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. જ્યારે બપોરની મેચ 3:30 વાગ્યે રમવામાં આવશે.

IPLની ઓફિશિયલ વેબસાઈટમાંથી લેવામાં આવેલો શેડયૂલનો સ્ક્રીનશોટ:






દરેક ટીમમાં ફક્ત 24 ખેલાડીઓ જ હશે :

  • IPL ગવર્નિંગ કાઉન્સિલે દરેક ટીમને કોરોનાને કારણે માત્ર 24 ખેલાડીઓ જ લઈ જવાની મંજૂરી આપી છે.
  • અગાઉ ફ્રેન્ચાઇઝને 25 ખેલાડીઓ રાખવાની મંજૂરી આપવામાં આવી હતી.
  • ટૂર્નામેન્ટમાં અમર્યાદિત કોરોના સબસ્ટિટ્યૂટને પણ મંજૂરી આપવામાં આવી છે. એટલે કે, જો કોઈ ખેલાડી ટૂર્નામેન્ટમાં કોરોના પોઝિટિવ હોવાનું સામે આવે છે, તો પછી ટીમ તેની જગ્યાએ બીજા ખેલાડીનો સમાવેશ કરી શકશે.

તમામ 60 મેચ ત્રણ સ્ટેડિયમમાં રમાશે :

  • IPLની તમામ 60 મેચ દુબઇ, અબુધાબી અને શારજાહમાં રમાશે.
  • ભારતમાં મુકાબલા 8 સ્થળો પર થાય છે. આ કારણોસર, IPLમાં ભ્રષ્ટાચાર અને મેચ ફિક્સિંગ પર નજર રાખવી ખૂબ જ સરળ રહેશે.
  • તાજેતરમાં જ BCCIના એન્ટી કરપ્શન યુનિટ (ACU)ના ચીફ અજિત સિંહે આ વાત કહી હતી.

આ વખતે નવું શું? :

  • કોરોનાને કારણે ટૂર્નામેન્ટ દર્શકો વગર બાયો સિક્યુર વાતાવરણમાં રમાશે
  • IPLમાં દર પાંચમા દિવસે ખેલાડીઓ અને સ્ટાફનો કોરોના ટેસ્ટ થશે
  • ટૂર્નામેન્ટમાં તમામ ફ્રેન્ચાઇઝ અનલિમિટેડ કોરોના સબસ્ટિટ્યૂટ કરાવી શકશે
  • સાંજની મેચ જૂના શેડ્યૂલથી અર્ધા કલાક પહેલાં એટલે કે 7.30 વાગ્યે અને બપોરની મેચ 4ની જગ્યાએ 3.30 વાગ્યે શરૂ થશે
  • IPLના ઇતિહાસમાં પ્રથમ વખત ફાઇનલ રવિવારને બદલે વીક-ડે ​​પર રમાશે.
  • ટૂર્નામેન્ટમાં 10 ડબલ હેડર્સ એટલે કે એક દિવસમાં 2-2 મેચ હશે
  • કૉમેન્ટેટર્સ ઘરેથી લાઈવ કોમેન્ટ્રી કરશે

ઇંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ પર સસ્પેન્સ યથાવત :

  • ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ શરૂઆતની મેચ રમી શકશે કે નહીં તે અંગે સસ્પેન્સ યથાવત છે.
  • લીગમાં ઓસ્ટ્રેલિયાના 17 અને ઇંગ્લેન્ડના 13 ખેલાડીઓ ભાગ લેવાના છે.
  • ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ત્રીજી અને છેલ્લી વનડે મેચ 16 સપ્ટેમ્બરે માન્ચેસ્ટરમાં થશે. બંને ટીમોના ખેલાડીઓ 16 અથવા 17એ લંડનથી દુબઇથી રવાના થશે.
  • UAE પહોંચ્યા પછી ત્યાંની સરકારના નિયમો અનુસાર, તેઓએ કોરોના ટેસ્ટ કરાવવો પડશે.
  • તેમના ટેસ્ટ નેગેટિવ આવે પછી છે જ તઓ 7 દિવસના આઇસોલેશનમાંથી બહાર નીકળી શકશે.
  • આવી સ્થિતિમાં, બધા ખેલાડીઓ બીજા અઠવાડિયાથી IPL રમી શકશે.
  • જ્યારે તમામ ફ્રેન્ચાઇઝ કહ્યું છે કે બધા ખેલાડીઓ બાય-સુરક્ષિત વાતાવરણથી UAE આવશે, તો તેમને આઇસોલેટ કરવાની જરૂર નથી.
Share on Google Plus

About Antra news

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો