70 હજારથી વધુ વૃક્ષો વાવીને નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી સુરતમાં કરવામાં આવી હતી. |
- 70 હજાર વૃક્ષો વવાતા ડેપ્યુટી મેયરને સર્ટિફિકેટ અપાયું
વડા પ્રધાન મોદીના 70મા જન્મ દિવસની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે. અલગ અલગ કાર્યક્રમો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામના પાઠવવામાં આવી રહી છે. શહેરમાં નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવા માટે 70 હજાર વૃક્ષો વાવવાનું આયોજન કરવામાં આવેલું. જેને આજે પરિપૂર્ણ કરી દેવામાં આવ્યું છે. શહેરના અલગ અલગ વિસ્તાર અને જગ્યાઓ પર 70 હજાર જેટલા વૃક્ષોનું રોપણ કરીને ગ્રીન કવર વધારવા પ્રયાસ કરવામાં આવ્યાં છે. પાલિકાના ડેપ્યુટી મેયરની આગેવાનીમાં 70 હજાર વૃક્ષો વાવવામાં આવતાં ગુજરાત રેકોર્ડ બૂક દ્વારા ડેપ્યુટી મેયરને સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. મેયર સહિતના આગેવાનોએ પ્રશંસા કરી છે. સાથે જ આગામી સમયમાં વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.
લક્ષ્યાંક કરતાં વધુ વૃક્ષો વવાયા :-
દેશના વડાપ્રધાન મોદીજીનો 70મો જન્મ દિવસ છે ત્યારે તેમનો જન્મ દિવસને દેશના લોકો ખુબ ધૂમધામથી ઉજવતા હોય છે ત્યારે આ વર્ષે કોરોના મહામારી વચ્ચે લોકોને એકત્ર થવા પર પ્રતિબંધ છે ત્યારે કોરોના મહામારી સૌથી વધુ દર્દીને ઓક્સિજનની જરૂર હોવાને લઇને સુરતના ડેપ્યુટી મેયર દ્વારા મોદીજી 70 વર્ષ પૂરા કરી 71 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. ત્યારે તેમના 70 જન્મ દિવસ નિમિતે સુરતના લોકો દ્વારા ખાસ ગિફ્ટ આપવા માટે સુરતના ડેપ્યુટી મેયર સાથે અનેક લોકોએ સંકલ્પ લઈને શહેરમાં 70 હજાર વૃક્ષ વાવવાનું નક્કી કરી આ કાર્યની શરૂઆત કરી હતી અને જોત જોતામાં શહેરમાં અનેક સોસાયટી રસ્તા અને મોહલ્લામાં રહેલા લોકોના સહકારથી આ ભગીરથ કાર્ય મોદીજીના જન્મ દિવસ પહેલા પૂર્ણ થઈ ગયું છ.આજે આ મામલે ગુજરાત રેકોર્ડ દ્વારા ડેપ્યુટી મેયરને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં.
લોકોએ વધુ વૃક્ષો વાવીને હરિયાળું સુરત બનાવવાના સંકલ્પ લીધા હતાં. |
વૃક્ષોનું જતન કરવામાં આવશે :-
નિરવ શાહ (ડેપ્યુટી મેયર) એ જણાવ્યું હતું કે, આ વૃક્ષ ક્યાં વાવમાં આવ્યા છે. કેટલા વાવવામાં આવ્યા છે અને કોના દ્વારા વાવવામાં આવ્યા છે. વૃક્ષનું જતન કોણ કરશે તેવી એક ડેતા બેન્ક પણ તૈયાર કરવામાં આવી છે. જો કે આજે વવાયેલાં વૃક્ષ આવનારા ભવિષ્ય્માં લોકોને કેટલા કામ લાગવાના છે તેનું મહત્વ લોકોને સમજાઈ જતા લોકો સામેથી આ કાર્યમાં જોડાઈને વૃક્ષ વાવવામાં સતત મદદ કરી રહ્યા છે ત્યારે આ સન્માન મળતા સુરતના મેયર જગદીશ પટેલ પણ ગર્વ અનુભવતા હતા અને આ જ રીતે લોકો સહકાર આપતા રહેશે તો સુરત આગામી દિવસ ગ્રીન સિટી તરીકે પણ ઓળખાય તો નવાઈ નહી.
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો