જાગૃતિ : સુરતમાં ઘરફોડ-બળાત્કારની ફરિયાદ નોંધાતી નથી ને 150 રૂપિયાનું પોતું ચોરાયાની FIR.

 

જાગૃતિ:સુરતમાં ઘરફોડ-બળાત્કારની ફરિયાદ નોંધાતી નથી ને 150 રૂપિયાનું પોતું ચોરાયાની FIR.

ઓફિસના માલિક દ્વારા ડંડાવાળુ પોતું ચોરાયાની ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે.

  • ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા સામે ગુનો નોંધી તપાસ આદરી.
મોટાભાગે કહેવાતું હોય છે કે, પોલીસ અમારી ફરિયાદ નોંધતી નથી. ઘરફોડ ચોરી કે બળાત્કારની ફરિયાદ નોંધાવવા લોકો પોલીસ સ્ટેશનના ચપ્પલો ઘસી નાખતા હોય છે. ત્યારે સરથાણા પોલીસે 150 રૂપિયાની કિંમતના ડંડાવાળું પોતું ચોરાયાની ફરિયાદ નોંધી છે. ફરિયાદીની ઓફિસની બહાર પાર્ટીશન બહાર મુકાયેલું પોતું સૂકાતું હતું જેને કોઈ અજાણ્યા ઈસમો ચોરી ગયા હોવાની ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. જેના આધારે સરથાણા પોલીસે તપાસ હાથ ધરી છે.

અજાણ્યાએ ચોરી કરી :-
ઉત્રાણ ખાતે આવેલા સૌરાષ્ટ્ર પેલેસમાં રહેતા જનકભાઈ બાલુભાઈ ભાલાળાએ સરથાણા પોલીસમાં ફરિયાદ કરી છે. જે અનુસાર સહજાનંદ બિઝનેસ હબમાં 13 અને 14 નંબર વાળી ઓફિસના કાચના પાર્ટીશનની બહાર ચોથી સપ્ટેમ્બરના રોજ ડંડાવાળુ પોતું મુક્યું હતું. બાદમાં દરવાજો બંધ કરી જનકભાઈના સાળા કેવલભાઈ ક્યાડા કામ અર્થે બહાર ગયા હતા અને સાંજે આઠેક વાગ્યે પરત ફર્યા હતાં. આ દરમિયાન ડંડાવાળુ પોતું ગાયબ હતું. જેથી આ અંગે તપાસ કરતાં જાણવા મળ્યું કે અજાણ્યા લોકો ડંડાવાળુ પોતું ચોરી ગયા છે.

પોતું કિંમતી નથી ચોરીની તપાસ થવી જોઈએ :-
ફરિયાદી જનકભાઈ ભાલાળાએ કહ્યું કે, લોકો અવારનવાર કહેતા હોય છે કે, અમારી બાઈક ચોરાઈ ગઈ, મોબાઈલ ચોરાયો કોઈ ફરિયાદ લેતું નથી. અમારૂં ડંડાવાળું પોતું 150ની જ કિંમતનું છે. ચોરી જ ન થવી જોઈએ. ચોરી થાય તો પોલીસે ફરિયાદ લઈને આરોપીની તપાસ કરીને તાત્કાલિક નિકાલ લાવવો જોઈએ એ હેતુથી આ ફરિયાદ કરી છે.

ઈરાદાપૂર્વક ચોરી થઈ :-
જનકભાઈએ કહ્યું કે, હું આરટીઆઈ એક્ટિવિસ્ટ અને સામાજિક કાર્યકર છું. મારી ઓફિસ બહારથી પોતું ચોરવા માટે કોઈએ ઈરાદાપૂર્વક હેરાન કરવા આ કર્યું છે. બે જણ એક્ટિવા પર આવે છે. એક કાળા કલરના કપડામાં રહેલી વ્યક્તિ પોતુ લઈને થોડીવાર એક્ટિવા પાસે બેસે છે. પછી એક્ટિવા પર બેસીને જતો રહે છે. આ ઘટના CCTVમાં કેદ થઈ હોય પોલીસને પૂરાવા તરીકે દ્રશ્યો પણ આપવામાં આવ્યાં છે.


Share on Google Plus

About Antra news

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો