રાજ્યમાં ગુટખા-તમાકુના શોખીનો માટે ખરાબ સમાચાર, DyCM નીતિન પટેલે આપ્યો મોટો ઝાટકો

 


ગુજરાતમાં ગુટખા, તમાકુનો પ્રતિબંધ એક વર્ષ માટે લંબાયો છે,DyCM નીતિન પટેલે આપ્યો મોટો ઝાટકો













ગુજરાતમાં ગુટખા, તમાકુનો પ્રતિબંધ એક વર્ષ માટે લંબાયો છે. રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે આજે એક મોટી જાહેરાત કરી છે. નીતિન પટેલે જાહેરાત કરતા નશાની બંધાણીઓને મોટો ઝાટકો લાગ્યો છે. ગુજરાતમાં ગુટખા, તમાકુનો પ્રતિબંધ મૂકાતા હવે તેનું વેચાણ, સંગ્રહ અને વિતરણ ઉપર પણ પ્રતિબંધ યથાવત્ રહ્યો છે. શૈક્ષણિક સંસ્થાની 100 મીટરની ત્રિજ્યામાં કોઈ પણ દુકાનદાર કે વ્યક્તિ ગુટખા, તમાકુનું વેચાણ કરી શકશે નહીં. છેલ્લા 3 વર્ષમાં રૂપિયા 11 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હોવાનું નીતિન પટેલે જણાવ્યું છે. ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ – 2006 અન્વયે રાજ્યમાં આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ખાદ્યચીજમાં તમાકુ કે નિકોટીન ઉમેરવું પ્રતિબંધ ગણાશે.

રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે આજે એક મોટી જાહેરાત કરી હતી. આ જાહેરાત પ્રમાણે રાજ્યમાં ગુટકા, તમાકુ કે નીકોટીન યુક્ત પાન મસાલા વેચાણ, સંગ્રહ અને વિતરણ પરનો પ્રતિબંધ વધુ એક વર્ષ લંબાઈ ગયો છે.

ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં ગુટકા તેમજ તમાકુ કે નિકોટીન યુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર હાલ પ્રતિબંધ છે. આ પ્રતિબંધ નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદ્રઢ બને તે માટે વધુ એક વર્ષ સુધી લંબાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

નીતિન પટેલે ઉમેર્યુ કે, ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-2006 અન્વયેના નિયમો તથા રેગ્યુલેશન-2011 હેઠળ આ પ્રતિબંધ મૂકાયો છે. જે હેઠળ કોઇપણ ખાદ્યચીજમાં તમાકુ કે નિકોટીન ઉમેરવું એ પ્રતિબંધ છે. ગુટકામાં તમાકું કે નિકોટીનની હાજરી હોવાથી માનવ આરોગ્યને ખૂબ જ નુકશાન થતું હોય છે. જેથી નાગરિકો તથા ભાવિ પેઢીના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે ગુટકા પર પ્રતિબંધ મૂકવો જરૂરી હોઇ આ નિર્ણય કરાયો છે.

પટેલે ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ગુટકા કે પાન મસાલા કે જેમાં તમાકુ કે નિકોટીનની હાજરી હોય તેના વેચાણ, સંગ્રહ વિતરણ પર પ્રતિબંધ માટે નિર્ણય કરેલ છે. આ નિયમનો ભંગ કરનાર સામે કડક હાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.

તો બીજી બાજુ રાજ્યની શૈક્ષણિક સંસ્થાની 100 વારની ત્રિજ્યામાં સિગારેટ તથા તમાકુ કે નિકોટીનની હાજરી હોય તેવા પદાર્થોનું વેચાણ કરવા માટે પ્રતિબંધનો અમલ તંત્ર દ્વારા સખત રીતે કરાયો છે. આ બાબતે છેલ્લા ત્રણ વર્ષમાં આરોગ્ય વિભાગના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આશરે 10 હજાર પેઢીઓની તપાસ કરી આશરે રૂપિયા 11 લાખ જેટલો દંડ વસુલાત કરવામાં આવેલ છે.
Share on Google Plus

About Antra news

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો