PUBG નહીં, FAU-G રમો:PUBGની સામે અક્ષય કુમાર FAU-G ગેમિંગ એપ લાવ્યો, 20% આવક સૈનિકોને આપશે.
સરકારે તાજેતરમાં જ પબજી પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારે પબજીની સામે નવી ગેમિંગ એપ લઈને આવ્યો છે. અક્ષય કુમારે તાજેતરમાં જ આ અંગેની ટ્વીટ કરી હતી.
અક્ષય કુમારે શું ટ્વીટ કરી?
અક્ષય કુમારે ટ્વીટ કરીને કહ્યું હતું, વડાપ્રધાનની આત્મનિર્ભર અભિયાન હેઠળ, એક્શન ગેમ ફિઅરલેસ એન્ડ યુનાઈટેડ ગાર્ડ્સ FAU-G લોન્ચ કરીને ગર્વ અનુભવું છું. મનોરંજન ઉપરાંત આ ગેમના પ્લેયર્સ આપણાં જવાનોને આપેલા બલિદાન અંગે પણ જાણશે. આ ગેમમાંથી થતી કુલ આવકમાંથી 20 ટકા આવક આપણાં સૈનિકો માટે બનાવવામાં આવેલા ભારત કે વીર ટ્રસ્ટને દાન આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ ગેમને બેંગલુરુ સ્થિત મોબાઈલ ગેમ પબ્લિશર કંપની n-CORE (એન-કોર)એ બનાવી છે.
પબજીને તાજેતરમાં જ બૅન કરવામાં આવી :-
- પબજી ભારત સહિત અનેક દેશોમાં સૌથી લોકપ્રિય મોબાઈલ ગેમ્સ પૈકીની એક છે. ભારતમાં આ એપ 175 મિલિયન ડાઉનલોડ થઈ ચુકી છે.
- પબજીને દક્ષિણ કોરિયાની વીડિયો ગેમ કંપની બ્લૂહોલે ડેવલપ કરી છે. જોકે, ચીનની મલ્ટીનેશનલ કંપની ટેન્સેન્ટની તેમાં હિસ્સેદારી છે.
- પબજીઆ અગાઉ પણ નિશાન પર રહી હતી. અનેક બાળકોમાં તેની ટેવ પડી જવાને લીધે માતા-પિતા ખૂબ જ પરેશાન રહેતા હતા. કેટલાક રાજ્યોએ તો તેને હંગામી ધોરણે પ્રતિબંધિત કરી હતી.
- પબજીએ ત્યારબાદ ખાતરી આપી હતી કે માતા-પિતા, એજ્યુકેટર્સ અને સરકારી સંગઠનો પાસે અભિપ્રાય લઈને સુરક્ષિત ઈકોસિસ્ટમ બનાવશે. ભારતમાં પબજીના 5 કરોડ યુઝર, રેવન્યૂ 22 હજાર કરોડ
ભારતમાં પબજીના 5 કરોડથી વધુ યુઝર્સ છે, જેમાંથી અંદાજે 3.5 કરોડ એક્ટિવ યુઝર છે. ડેટા એનાલિટિકલ ફર્મ સેન્સર ટાવરના જણાવ્યાનુસાર પબજીની આ વર્ષના 6 મહિનાની રેવન્યૂ અંદાજે 9,700 કરોડ રૂ. રહી. તેની અત્યાર સુધીની કુલ રેવન્યૂ 22 હજાર કરોડ રૂ.ને પાર જઇ ચૂકી છે. તેમાં સૌથી મોટું યોગદાન ભારતનું રહ્યું, કેમ કે વિશ્વમાં કુલ 17.5 કરોડ ડાઉનલોડમાંથી સૌથી વધુ ડાઉનલોડ ભારતમાં જ થયા છે.
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો