CSKના બીજા ખેલાડીએ IPL છોડી:ધોનીની ટીમના હરભજન સિંહે પણ નામ પરત લીધું, રૈના પહેલાં જ દેશ પરત આવી ગયો છે.
- હરભજને IPLની 160 મેચમાં 150 વિકેચ લીધી અને 829 રન બનાવ્યા
- CSK ટીમના 2 ખેલાડીઓ સહિત 11 સ્ટાફ સભ્યોને કોરોના પોઝિટિવ આવ્યો હતો
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) શરૂ થતાં જ પહેલાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે મુશ્કેલીઓ સતત વધી રહી છે. ટીમના ઓફ સ્પીનર હરભજન સિંહે અંગત કારણોસર IPLમાંથી નામ પરત લઈ લીધું છે. આ પહેલાં વાઈસ કેપ્ટન સુરેશ રૈના પણ ટૂર્નામેન્ટ છોડીને દેશ પરત આવી ચૂક્યા છે.
હરભજને IPLની 160 મેચમાં 150 વિકેટ લીધી છે. આ દરમિયાન તેણે 829 રન પણ બનાવ્યા છે.
CSKના બે ખેલાડી અને 11 સ્ટાફ સભ્યો સંક્રમિત
તાજેતરમાં
જ CSK ટીમના 2 સભ્યો દીપક ચાહર અને ઋતુરાજ ગાયકવાડ સિવાય 11 સ્ટાફ સભ્યોનો
કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 14 દિવસના ક્વોરન્ટિન પીરિયડ પછી પણ
દરેકના ફરી વખત ટેસ્ટ કરવામાં આવશે. બે વાર રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી
તેમને ટીમમાં સામેલ કરવામાં આવશે.
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો