તમિલનાડુમાં દુર્ઘટના:કુડ્ડાલોરની ફટાકડાની ફેકટરીમાં બ્લાસ્ટ, 9 લોકોના મોત; બ્લાસ્ટથી સમગ્ર બિલ્ડિંગ પડી ગઈ
કુડ્ડાલોરએક કલાક પહેલા.
તમિલનાડુના કુડ્ડાલોર જિલ્લાની એક ફટકડાની ફેકટરીમાં બ્લાસ્ટ થયો છે. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા છે. જ્યારે 4 લોકોને ઈજા થઈ છે. સ્થાનિક પ્રશાસન મુજબ, મૃતકોની સંખ્યા વધે તેવી શકયતા છે. આ ફેકટરી કુટ્ટુમન્નારકોઈલ શહેરમાં છે. ચેન્નાઈથી આ સ્થળ 190 કિમી દૂર છે.
ત્રણ કિમી સુધી સંભળાયો અવાજ
મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે, ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટનો અવાજ 3 કિમી સુધી સંભળાયો હતો. બ્લાસ્ટથી ફેક્ટરીને ઘણું નુકસાન થયું છે અને આખી બિલ્ડિંગ પડી ગઈ છે. મૃત્યુ પામેલા લોકોમાં કારખાનાનો માલિક પણ સામેલ છે.
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો