દુઃખદ : હાર્ટ અટેક આવ્યા બાદ બાથરૂમમાં પડી જતા તેલુગુ એક્ટર જય પ્રકાશ રેડ્ડીનું અવસાન, સાઉથ સ્ટાર્સે શોક વ્યકત કર્યો.
- 74 વર્ષીય જય પ્રકાશ રેડ્ડીએ ગુંટૂરમાં અંતિમ શ્વાસ લીધા, લૉકડાઉન બાદથી અહીંયા રહેતા હતા
- બાલકૃષ્ણ સ્ટારર 'સમરસિમ્હા રેડ્ડી' કરિયર માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી
તેલુગુ સિનેમાના પોપ્યુલર એક્ટર જય પ્રકાશ રેડ્ડીનું અવસાન થયું હતું. મંગળવાર, આઠ સપ્ટેમ્બરના રોજ 74 વર્ષીય રેડ્ડીનું આંધ્ર પ્રદેશ સ્થિત ગુંટૂરમાં પોતાના ઘરમાં હાર્ટ અટેક આવવાને કારણે અવસાન થયું હતું. કેટલાંક રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે હાર્ટ અટેક આવ્યા બાદ રેડ્ડી બાથરૂમમાં પડી ગયા હતા.
રેડ્ડી ટીચરમાંથી એક્ટર બન્યા હતા :-
રિપોર્ટના મતે, જય પ્રકાશ રેડ્ડી ટીચર હતા અને તેમને નાની ઉંમરથી જ એક્ટિંગનો શોખ હતો. આથી જ તેઓ ગુંટૂરમાં સ્ટેજ પ્લે કરતા હતા. તેની ફિલ્મ 'બ્રહ્મ પુત્રુદુ' હતી. જોકે, ત્યારબાદ તેમને વધુ સફળતા મળી નહીં અને તેઓ ગુંટૂર જઈને પાછા ટીચર તરીકે કામ કરવા લાગ્યા હતા.
અંદાજે એક દાયકા બાદ તેમને બિગ બ્રેક 'પ્રેમિકચુકંદમ રા'માં મળ્યો હતો. જોકે, બાલકૃષ્ણ સ્ટારર ફિલ્મ 'સમરસિમ્હા રેડ્ડી' તેમના કરિયર માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી. તેમણે વિલન તરીકે અલગ ઓળખ બનાવી હતી. તેમની અન્ય ફિલ્મમાં 'નરસિમ્હા નાયડુ', 'આનંદમ', 'નિઝામ', 'કબડ્ડી કબડ્ડી', 'ચિન્ના', 'ધરમપુરી', 'કિંગ', 'કિક', 'બિન્દાસ', 'ગબ્બર સિંહ', 'લિજેન્ડ', 'બ્રૂસ લી', 'નેનુ રાજુ નેનુ મંત્રી' તથા 'લવર્સ' સામેલ છે.
સેલેબ્સે શોક વ્યક્ત કર્યો :-
રકુલ પ્રીત સિંહે ટ્વીટ કરીને કહ્યું હતું, બહુ જ દુઃખદ. મેં તેમની સાથે ઘણી ફિલ્મમાં કામ કર્યું હતું. પરિવાર પ્રત્યે સંવેદના, તમારી આત્માને શાંતિ મળે.
જુનિયર NTRએ શોક વ્યક્ત કરતા કહ્યું હતું, " પોતાના જબરજસ્ત પર્ફોર્મન્સથી ઓડિયન્સને એન્ટરટેઈન કરનાર એક્ટરના નિધનથી દુઃખ થયું. આશા છે કે દિવંગત આત્માને શાંતિ મળશે. "
મહેશ બાબુએ કહ્યું હતું, " જય પ્રકાશ રેડ્ડીના અવસાનથી સ્તબ્ધ છું. તેઓ કમાલના એક્ટર હતા. હંમેશાં તેમના અનુભવો યાદ રહેશે. તેમના પરિવાર તથા પ્રિયજનો પ્રત્યે સંવેદના. "
સાઉથ એક્ટર પ્રકાશ રાજે પણ ટ્વીટ કરીને શોક પ્રગટ કર્યો હતો.
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો