શાઓમીએ નવી ટીવી એડિશન લોન્ચ કરી, 8GB સ્ટોરેજ અને સરાઉન્ડ સાઉન્ડ મળશે; હજારો એન્ડ્રોઈડ એપ્સ ઈન્સ્ટોલ કરી શકાશે.
- કંપનીએ વિવિડ પિક્ચર એન્જિન સાથે ટીવી એડિશન લોન્ચ કરી
- 32 ઈંચ ટીવીનો સેલ 11 સપ્ટેમ્બરે અને 43 ઈંચ ટીવીનો સેલ 15 સપ્ટેમ્બરે યોજાશે
ચાઈનીઝ કંપની શાઓમીએ ભારતીય બજારમાં ટીવીની નવી Mi TV 4A હોરિઝન એડિશન લોન્ચ કરી છે. તે ટીવી કેટેગરીમાં ફ્લેગશિપ મોડેલ છે. તેનાં 2 સાઈઝ વેરિઅન્ટ લોન્ચ થયાં છે. ભારતમાં પહેલાંથી જ Mi ટીવી પ્રિમિયમ એડિશન છે.
Mi ટીવી 4A હોરિઝન એડિશનની કિંમત :-
32 ઈંચ ટીવીનો સેલ 11 સપ્ટેમ્બરે અને 43 ઈંચ ટીવીનો સેલ 15 સપ્ટેમ્બરે ફ્લિપકાર્ટ, Mi હોમ સ્ટોર અને કંપનીની ઓફિશિયલ સાઈટ પર યોજાશે.
Mi ટીવી 4A હોરિઝન એડિશનની ખાસિયત :-
આ એડિશનમાં પાતળા બેઝલ્સ અને નાની ફ્રન્ટ ફ્રેમ મળશે. ટીવીમાં વિવિડ પિક્ચર એન્જિન મળે છે. ટીવી ફુલ HD રિઝોલ્યુશન સપોર્ટ કરે છે. તે એન્ડ્રોઈડ ટીવી ગૂગલ પ્લે સ્ટોર સપોર્ટ કરે છે. અર્થાત હજારો એપ્સનો એક્સેસ મળશે.
Mi ટીવી 4A હોરિઝન એડિશન 32 ઈંચનાં સ્પેસિફિકેશન :-
- તેમાં 32 ઈંચની HD રેડી ડિસ્પ્લે મળે છે, જેનું રિઝોલ્યુશન 1,368x768 પિક્સલ છે. ટીવીમાં 20 વૉટનું સ્ટીરિયો સ્પીકર DTS-HD સરાઉન્ડ સાઉન્ડ મળે છે. ટીવીમાં એન્ડ્રોઈડ 9.0 સાથે પેચવોલ OS સપોર્ટ મળશે. ટીવીમાં ક્વૉડ કોર પ્રોસેસર, માલી 450 GPU અને 1GBની રેમ મળે છે. તેમાં 8GBનું ઓનબોર્ડ સ્ટોરેજ મળે છે.
- કનેક્ટિવિટી માટે તેમાં વાઈફાઈ 802.11, બ્લુટૂથ v4.2, 3 HDMI પોર્ટ, 2 USB પોર્ટ, ઈથરનેટ પોર્ટ સાથે 3.5mmનો હેડફોન જેક મળે છે.
Mi ટીવી 4A હોરિઝન એડિશન 43 ઈંચનાં સ્પેસિફિકેશન :-
- ટીવીમાં 43 ઈંચની ફુલ HD ડિસ્પ્લે મળે છે, તેનું 1,920x1,080 પિક્સલ છે. ટીવીમાં 20 વૉટનું સ્ટીરિયો સ્પીકર DTS-HD સરાઉન્ડ સાઉન્ડ મળે છે. ટીવીમાં એન્ડ્રોઈડ 9.0 સાથે પેચવોલ OS સપોર્ટ મળશે. ટીવી ક્વૉડ કોર પ્રોસેસર, માલી 450 GPU અને 1GBની રેમથી સજ્જ છે. તેમાં 8GBનું ઓનબોર્ડ સ્ટોરેજ મળે છે.
- કનેક્ટિવિટી માટે તેમાં S/PDIF ઈન્ટરફેસ, વાઈફાઈ 802.11, બ્લુટૂથ v4.2, 3 HDMI પોર્ટ, 2 USB પોર્ટ, ઈથરનેટ પોર્ટ સાથે 3.5mmનો હેડફોન જેક મળે છે.
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો